ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા
અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
અમદાવાદ વિમાની મથકે પારંપારિક નૃત્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થોની અલ્બેનીઝનું
અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય
સચિવ શ્રી રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ કમિશનર શ્રી સંજય
શ્રીવાસ્તવ, કલેકટર શ્રી ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના
વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.