Breaking News

‘અમને ફરીથી આવવું ગમશે- યાદગાર સ્વાગત- ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમૃધ્ધ છે…’ મહેમાનોના પ્રતિભાવો
**

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી G-20 અંતર્ગત બેઠકો યોજાઈ રહી છે. હાલ બે દિવસ U-20 અંતર્ગત મેયર પરિષદ યોજાઈ છે. અમદાવાદ મહાનગર પાલિકાના અધ્યક્ષપદે યોજાયેલી ‘મેયર પરિષદ’માં સહભાગી થવા દેશ-વિદેશમાંથી મહેમાનો અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ વિમાની મથકે તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. અમદાવાદ વિમાની મથકે રાજ્ય તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વાગત કક્ષ બનાવીને મહેમાનોનું રાસ-ગરબા-કંકુ-તિલક્થી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. વિમાની મથકે આ ભવ્ય સ્વાગતથી મહેમાનો અત્યંત પ્રભાવિત થયા હતા.

બ્રાઝિલના રિઓ-ડી-જાનેરો સિટીમાંથી આવેલા શ્રી લુકાસ અને પ્રેડો સ્પેડેલ તેમના સ્વાગત બાદ કહે છે કે, અમદાવાદ એરપોર્ટ પર જે પ્રકારનું પરંપરાગત રીતે અમારું સ્વાગત થયું એ બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. એરપોર્ટ પર કલ્ચરલ પરફોર્મન્સ તેમજ હોસ્પિટાલિટીથી અમે ખૂબ અભિભૂત પણ થયા છીએ.

જાપાનના ટોકિયા શહેરમાંથી આવેલા શ્રી યુસુક ટકાશી અને શ્રી મિરોન જાકીએ કહે છે કે, અમદાવાદમાં અમારું જે પ્રકારનું સ્વાગત થયું છે એ અમારા માટે એક યાદગાર સ્વાગત રહેશે. અમને એરપોર્ટ પર ચાનો ટેસ્ટ ખરેબર અદભુત લાગ્યો. અમારું આ પ્રકારનું સ્વાગત કરવા બદલ અમે સરકારનો આભાર વ્યકત કરીએ છીએ.

જ્યારે યુરોપિયન કન્ટ્રી મોલડોવામાંથી આવેલા શ્રી અમ્બ્રોર્ટ કહે છે કે, અમે પ્રથમ વખત ભારતમાં આવ્યા છે. અમારું ભારતમાં જે પ્રકારનું સ્વાગત થયું એ ખરેખર અદભુત હતું. ગુજરાતી કલ્ચર જોઇને અમને આનંદ થયો છે અને ગુજરાતની સાંસ્કૃતિક ઘરોબહર સમુદ્ધ છે.

યુકેના લંડન શહેરમાંથી આવેલા શ્રી અનિતાજીએ કહ્યું કે, હું સમગ્ર આયોજનને લઇને ૫ સ્ટાર રેટિંગ આપું છું. અમે સમગ્ર આયોજનને લઇને ખુશ છીએ.

આ ઉપરાંત અમદાવાદ મહાનગર પાલિકાના અધ્યક્ષપદે યોજાયેલી ‘મેયર પરિષદ’માં સહભાગી થવા દેશ-વિદેશમાંથી આવેલા મહેમાનોએ અમદાવાદ એરપોર્ટ પર થયેલા તેમના સ્વાગતને એક યાદગાર સ્વાગત કહીને આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: