Breaking News

ગોધરા તા.૦૨ ઓકટોબર

સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.પંચમહાલ જિલ્લા સંયોજકશ્રી પ્રગ્નેશ પટેલ તેમજ તાલુકા અને નગરના સંયોજકોએ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત શ્રમદાન કર્યું હતું.

ઓક્ટોબર મહિનામાં ‘સ્વચ્છતા હી સેવા’ ના સૂત્ર સાથે પખવાડિયાની ઉજવણી અન્વયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર,૨૦૨૩ના રોજ પંચમહાલ જિલ્લામા ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી.જિલ્લામા કુલ ૮૪૪ સ્થળોએ મહાશ્રમદાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: