MoU થકી વણથંભ્યો વિકાસ કરતી ગુજરાત સરકાર
આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની “મેક ઈન ઈન્ડીયા” નેમ સાકાર કરવા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એક જ દિવસમાં અંદાજે રૂ. 3000 કરોડના વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત 3 કંપનીઓ અને 1 એજન્સી સાથે MoU સંપન્ન થયા. આ MoU થકી 9000 પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસર પ્રાપ્ત થશે.
આ 1 એજન્સી અને 3 કંપનીઓ જેમાં,
(1) ઇન્ડિયન નેશનલ સ્પેશ પ્રમોશન & ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેશ), સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલ, અમદાવાદમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
(2) Wardwizard Innovations & Mobility Limited (ઓટોમોબાઈલ & એન્જિનિયરિંગ સેકટર) વડોદરા ખાતે ઇલેક્ટ્રિક વાહન ક્લસ્ટર પ્રોજેકટ શરૂ કરશે.
(3) રૂપમ ઇકોગ્રીન ટેક્ષટાઇલ પાર્ક ( ટેક્ષટાઇલ સેક્ટર) અમદાવાદ ખાતે ટેક્ષટાઇલ પાર્કનો પ્રોજકેટ શરૂ કરશે.
(4) પિગોટ બિલ્ડકોન પ્રાઇવેટ લીમિટેડ (ઔદ્યોગિક પાર્ક) લીંબડી ખાતે ઔદ્યોગિક પાર્કનો પ્રોજેકટ શરૂ કરશે.