મુખ્યમંત્રીશ્રી અને હર્ષ સંઘવીના હસ્તે પેરા એશિયન ગેમ્સ સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ગુજરાતી ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરાયું
અમદાવાદથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0નો શાનદાર પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાતના પ્રતિભાશાળી રમતવીરોને રોકડ પુરસ્કાર આપી પોંખવામાં આવ્યા હતા.
પેરા એશિયન ગેમ્સ 2023 સહિતની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વિવિધ રમતો સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરી મેડલ મેળવનાર રમતવીરો પૈકી ભાવિના પટેલને રૂપિયા ૫૦ લાખ, દર્પણ ઈનાની (ચેસ)ને રૂ. ૪૦ લાખ, નિમિષા સી.એસ.ને રૂ. ૩૦ લાખ, અશ્વિન મકવાણાને રૂ. ૨૦ લાખ, હિમાંશી રાઠીને રૂ. ૧૪ લાખ, રચના પટેલને ૧૦ લાખ, રામસિંગ પઢિયારને ૧૦ લાખ, વ્યોમ પાવાને ૮ લાખ, જીગર ઠક્કરને ૭ લાખ, જૈનીશ સારંગને ૭ લાખ, નીતિ રાઠોડને ૭ લાખ, કેવલ પ્રજાપતિને ૩૦.૩૦ લાખ, એલાવેનીલ વેલારિવનને ૧૫.૯૮ લાખ, માના પટેલને ૧૧ લાખ, દેવાંશ પરમારને ૭ લાખની રોકડ પુરસ્કારો આપી પોંખવામાં આવ્યા હતા.