
27-2
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને નિયામકશ્રી રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને રોજગાર મેળો યોજાયો.


આ ભરતીમેળામાં 30 અગ્રગણ્ય ઔદ્યોગિક એકમો ૨૫૪૨ જગ્યાઓ સાથે હાજર રહ્યા છે. જેમાં મુખ્યત્વે માઈક્રોન સેમીકંડક્ટર, સુઝુકી મોટર્સ, ટાટા મોટર્સ પારલે એલિઝાબેથ ટૂલ્સ જેવા નામાંકિત ઔદ્યોગિક એકમો રોજગારીની તક પૂરી પડેલ છે.


કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એક્સિલન્સ ઇન સેમિકંડક્ટરના ટેકનૉલોજી પાર્ટનર અને અગ્રગણ્ય ઔદ્યોગિક એકમ માઈક્રોન સેમિકંડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રોજગારી આપી રહી છે રહી છે, જે પૈકી 20 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા.



આ પ્રસંગે અધિક મુખ્ય સચિવશ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ – ડો. અંજુ શર્મા, નિયામકશ્રી રોજગાર અને તાલીમ – ગાર્ગી જૈન, રજિસ્ટ્રાર શ્રી કૌશલ્યાય ધી સ્કિલ યુનિવર્સિટી – ડૉ હિતેશ વાંદ્રા, કન્સલ્ટન્ટશ્રી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટ્યૂટ -શ્રી એચ.આર.સુથાર, નામાંકિત ઓધ્યોગિક એકમોના પ્રતિનિધિઑ હાજર રહ્યા હતા.