ગુજરાત સરકારે અગ્રણી જર્મન સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની “કોવેસ્ટ્રો” સાથે 5.7 મિલિયન યુરોના ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન પર હસ્તાક્ષર કર્યા.
કોવેસ્ટ્રો ભારતમાં નવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા ઈચ્છે છે જે માત્ર આયાત અવેજીમાં જ નહીં પરંતુ વૈશ્વિક નિકાસ માટે પણ ઉત્પાદન કરશે. આ વૈશ્વિક કંપનીઓ “મેક ઇન ઇન્ડિયા” માટે ગુજરાતને એક આદર્શ સ્થાન તરીકે દર્શાવશે.