Breaking News

ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં
ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટસની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરવામાં આવી. આ
બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ
ઉપસ્થિત રહ્યા.


નેશનલ હાઇવેના વિકાસ અને સુધારણા માટેના ૮૧ કામો માટે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં
વિવિધ હાઇવે પ્રોજેક્ટ માટે ૫૨,૭૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ૩૦,૯૦૮ કરોડ
રૂપિયાના ૧૩૬૬ કિમી.ના ૨૨ કામો આયોજનના તબક્કામાં છે.આમ ગુજરાતમાં નેશનલ હાઇવેના
બાંધકામ અને સુધારણા માટે કુલ ૧,૦૮,૬૯૦ કરોડ રૂપિયા વાપરવામાં આવનાર છે.


રાજ્યમાં કાર્યરત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ
એક્સપ્રેસ વે, અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ-
શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી
ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે
ઓથોરિટીના સભ્યશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના
ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post