૩૨૧ બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
**
૧૦૩ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૧૬૨ મીડી બસ, ૯૯ સ્લીપર બસ, ૫૮ લક્ઝરી બસોનું લોકાર્પણ
**
છેલ્લા પાંચ મહિનામાં કુલ 818 જેટલી GSRTCની બસોનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું
==========================================================================
21-5-2023
અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે
ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં GSRTCની ૩૨૧ અદ્યતન નવીન બસોનું લોકાર્પણ કરાયું હતું. ૧૦૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બસોમાં ૧૬૨ મીડી બસ, ૯૯ સ્લીપર બસ, ૫૮ લક્ઝરી બસોનો સમાવેશ કરાયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ
GSRTCની આ બસોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી અને લીલી ઝંડી બતાવીને આ બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું.
GSRTCની આ બસો કુલ ૧૨૫ જેટલા ડેપોમાં કાર્યરત કરાશે અને ૧ લાખ ૨૫ હજાર કિલોમીટરની મુસાફરી તય કરશે. આ બસોનો સીધો લાભ ગામડાના છેવાડાના લોકોને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે અને દરરોજ કુલ ૪૯,૫૦૦થી વધારે મુસાફરો આ બસોનો લાભ મેળવી શકશે.
છેલ્લા પાંચ મહિનામાં કુલ 818 જેટલી બસોનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2022માં નવી સરકાર રચાયા પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં 800થી વધારે બસોનો ઉમેરો થયો છે. ગત તા. 13/02/23ના રોજ ગાંધીનગર બસ સ્ટેશન ખાતે 151 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 40 સ્લીપર કોચ બસો તથા 111 લકઝરી બસોનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ તા. 12/03/23 ના રોજ જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 151 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 30 સ્લીપર કોચ બસો, 70 લકઝરી બસો અને 51 રેડી બિલ્ટ મીડી બસોનો સમાવિષ્ટ હતી.
એ પછી તા. 12/04/23 ના રોજ પાલનપુર બસ પોર્ટ ખાતે 70 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 10 સ્લીપર કોચ બસ, 25 લકઝરી બસ અને 35 રેડી બિલ્ટ મીડી બસોનો સમાવેશ થયો. ત્યાર પછીતા. 29/04/23 ના રોજ વલસાડ વિભાગના નવસારી બસ પોર્ટ ખાતે 125 બસોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં 20 સ્લીપર કોચ બસ, 35 લકઝરી બસ તથા 70 રેડ બિલ્ટ મીડી બસોનો સમાવેશ કરાયો.
આમ, છેલ્લા પાંચ મહિનામાં કુલ 818 જેટલી બસોનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય શ્રી દિનેશ કુશવાહ, ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ, અને જીએસઆરટીસીના જનરલ મેનેજર જે.પી.વદર તેમજ ઉચ્ચ અધિકારીઓ, ડ્રાઇવરો તેમજ કંડકટરો ઉપસ્થિત રહ્યા હતા.