24-11

રાજ્યના ખેડૂતોને રવિ પાકો માટે માર્ગદર્શન મળી રાજ્યનો ખેડૂત ખેતી તથા પશુપાલન દ્વારા સમૃદ્ધ બની રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બની રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ- 2023 નું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં રાજ્યના ખેડૂતને આધુનિક ઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળ સંચય, વીજળી સંચયની પદ્ધતિઓ અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તથા પશુપાલન વિભાગ દ્વારા પશુઓને લગતી બીમારી અંગે નિશુલ્ક નિદાન અને રસીકરણ કરવામાં આવનાર છે.તથા ખેડૂતોને મળતી સરકારી સહાયનું વિતરણ કરવામાં આવ્યું તથા આધુનિક ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કલેકટર શ્રી અરવિંદ વિજયનજી, ડીડીઓ – સોલંકી જી, સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીબેન ઠાકોર, શ્રીમતી ભાનુમતીબેન મકવાણા – પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ, વિષ્ણુભાઈ પટેલ – એપીએમસી ચેરમેન સિદ્ધપુર,જસુભાઈ પટેલ પાટણ જીલ્લા ઉપપ્રમુખ, શંભુભાઈ દેસાઈ, પ્રાંત – સંકેત પટેલ, નાયબ ખેતી નિયામક – ગામીજી, એસ.આર.ત્રિવેદી – મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, અરવિંદ પટેલ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


