Breaking News

¤ ભાણપુરના માધવ પરિવારનું સગર્ભા માતાઓ અને બાળકોના પોષણ માટે અનોખું પુણ્યકર્મ

¤ છેલ્લા ૧૪ વર્ષથી ૭૩૮ સગર્ભા બહેનોને ગામની નર્સ બહેન અને આશા બહેનની મદદથી ૫૦૦ ગ્રામ ઘી નું વિતરણ

¤ ૩૯વર્ષ થી બાલમંદિરના તમામ બાળકોને દર શનિવારે ૧૦૦ ગ્રામ દૂધ આપવામાં આવે છે

=================================================================================================

કુપોષણ મુકત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને રાજ્યવ્યાપી પોષણ અભિયાન હાથ ધર્યું છે.જે અંતર્ગત ધારાસભ્યો, કલેકટર તેમજ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામોને દત્તક લઈને ગુજરાતને કુપોષણ મુક્ત કરવાની નેમ સાથે સધન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

આ અભિયાનને સાર્થક કરતું જન ભાગીદારી દ્વારા જન સેવાનું ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના ભાણપુરના પરોપકારી માધવ પરિવારના બે ભાઈઓ શ્રી દલપતભાઈ અને શ્રી વિરસંગભાઈ એ આ બે ભાઇઓએ ગામની સગર્ભામાતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે અનોખું પુણ્યકર્મ શરૂ કર્યું છે.

તેઓએ છેલ્લા ૧૪ વર્ષ એટલે કે વર્ષ-૨૦૦૯થી ગામની તમામ સગર્ભા માતાઓને ૫૦૦ગ્રામ ઘી આપાવનું પુણ્યકર્મ કર્યું છે.જે અંતર્ગત તેઓએ છેલ્લા ૧૪ વર્ષથી ૭૩૮ સગર્ભા બહેનોને ગામની નર્સ બહેન અને આશા બહેનની મદદથી ઘી નું વિતરણ કર્યું છે.સાથે સાથે તેઓએ છેલ્લા ૩૯વર્ષ એટલે કે વર્ષ-૧૯૮૪થી બાલમંદિરના તમામ બાળકોને દર શનિવારે ૧૦૦ગ્રામ દૂધ આપવાનો પણ સંકલ્પ કર્યો છે.

તાજેતરમાં સાબરકાંઠા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા એ ભાણપુર ગામની મુલાકાત દરમિયાન આ વાતની જાણ થતા આ સદગૃહસ્થની મુલાકાત કરી સગર્ભાબહેનો અને બાળકોની પોષણ માટે કાળજી લેવાના સત્કર્મને બિરાદાવીને અભિનંદન પાઠવ્યા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post