Breaking News

Default Placeholder

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઇસીડીએસ દ્વારા વર્ષ ૨૦૧૮થી પૂર્ણા યોજના (૧૦૦%
રાજ્ય પુરસ્કૃત) તથા મહિલા કલ્યાણ વિભાગ હેઠળ વર્ષ ૨૦૧૫થી બેટી બચાવો બેટી પઢાવો યોજના (૧૦૦% ટકા
કેન્દ્ર પુરસ્કૃત યોજના) તથા વહાલી દીકરી યોજના (૧૦૦% રાજ્ય પુરસ્કૃત) વર્ષ ૨૦૧૯થી કાર્યરત છે.
આ તમામ યોજનાઓના સૂચકાંકમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓને શિક્ષણ, પોષણ, બાળ લગ્ન,
સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાઓના સંકલનમાં ભારત સરકારની આ વર્ષની થીમ ‘કિશોરી કુશળ
બનો’ રખાઈ છે, જેના હેઠળ ઉપક્રમે તાલુકા કક્ષાએ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનું આયોજન કરવામાં
આવેલ છે.


આ અભિયાન હેઠળ કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તથા વિવિધ
સરકારી યોજનાઓ વિશે તેમને જાગૃત કરવામાં આવશે. આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ
કેળવાય તે આ અભિયાન હેઠળ જોવામાં આવશે. કિશોરીઓના વાલીઓને પોષણ, આરોગ્ય, શિક્ષણ, સર્વાંગી
વિકાસ, સ્વાવલંબન અને ઘરેલુ હિંસા વિશે પણ માહિતગાર કરવામાં આવશે.
આ ઉપરાંત, સમાજમાં જાતિભેદ કે લિંગભેદ ઓછો થાય તે માટે દીકરા અને દીકરી વચ્ચેના ભેદભાવને દૂર
કરીને દીકરીઓના જન્મદરમાં વધારો થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. યોજનાના લાભાર્થીઓને સરકારની
વિવિધ યોજનાઓનો સમયસર લાભ મળી રહે તે માટે બ્લોક લેવલ પર વિભાગો સાથે સંકલન વધારવાનું કામ
અભિયાન હેઠળ કરવામાં આવશે. કિશોરીઓ હાંસલ કરે અને તે માટેની સમજ પણ તેમનામાં કેળવાય તથા જીવનના
વિવિધ પાસાઓની સમજ તથા જાગૃતિ કેળવાય તે પણ જોવામાં આવશે. આ બધા પગલાં સાથે કિશોરીઓ એક
સ્વસ્થ જીવનની દિશામાં ખૂબ જ વિશ્વાસપૂર્વક આગળ વધે તે માટે આ અભિયાન પ્રયત્નશીલ રહેશે.

આમ, બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓના જન્મદરમાં વધારો અને દીકરીઓના શિક્ષણદરમાં
વધારો થાય તેમ જ પૂર્ણા યોજના હેઠળ તેમના પોષણની તમામ સુવિધાઓ તેમને પ્રાપ્ત થાય તે જોવામાં આવે છે.
આ બંને યોજનાઓથી ‘કિશોરી કુશળ બનો’ થીમ હેઠળ આખું ‘સશક્ત અને સુપોષિત કિશોરી’ અભિયાન શરૂ કરવામાં
આવ્યું છે. તેનો લાભ રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનના વિસ્તારમાં ૧૫થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને
મળે તે માટેનો આ એક આગવો પ્રયાસ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: