Breaking News

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે અને FIT ઈન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા
માટે ‘ફ્રીડમ મોટો રાઈડ 2022’નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ‘ધ ફ્રીડમ મોટો
રાઈડ-2022′ બાઈક રેલીનું આયોજન કરાયું છે. આ બાઈક રેલીએ ભારતની આઝાદીના 75
વર્ષ અને દેશના ભવ્ય ઈતિહાસ, પ્રાચીન અને મહાન સંસ્કૃતિ અને સિદ્ધિઓને સમર્પિત છે.

આ ફ્રીડમ મોટો રાઈડમાં 75 પ્રોફેશનલ રાઈડર્સે ભાગ લીધો છે, જે દેશના વિવિધ 75 જેટલા
આઇકોનિક સ્થળોની મુલાકાત લેવાના છે. જે સંદર્ભે આજે આ બાઈક રેલી અમદાવાદ આવી
પહોંચી હતી અને સુપ્રસિદ્ધ ગાંધી આશ્રમ તથા અટલ બ્રિજની મુલાકાત કરી હતી.

આ બાઈક રેલીના 75 રાઇડર્સ લગભગ 75 દિવસના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય સરહદો
સહિત દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 18,000 કિલોમીટરથી વધુનું અંતર
કાપવાના છે. આ યાત્રા 9મી સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 24 નવેમ્બર, 2022ના રોજ
સમાપ્ત થશે.

આ કાર્યક્રમ ફિટનેસ વિશે લોકોને પ્રોત્સાહિત કરવા તથા જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આયોજિત
કરાયો છે. ‘ફ્રીડમ મોટો રાઈડ’ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ સાથે સત્તાવાર રીતે સંકળાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post