
એકતાનગર ખાતે યોજાયેલા”એકતા મંથન સત્ર” માં માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ સાહેબની વર્ચ્યુંઅલ ઉપસ્થિતમાં ભારતભરમાંથી પધારેલા ડેલિગેટસ સાથે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે માર્ગદર્શન મેળવ્યું.


“એક ભારત, શ્રેષ્ઠ ભારત” મહામંત્રને ઓપ આપવા તથા “વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ” ની સંકલ્પનાને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી સમગ્ર દેશમાં સ્થપાનાર “યુનિટી મોલ” અંગે આ સત્રમાં અતિ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ તથા તેના અમલીકરણ અંગે સૌ પ્રતિબદ્ધ થયા.

આ સત્રમાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી સોમ પ્રકાશજી, નાગાલેન્ડના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રીમતી હેકાણી જાખાલુ, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી રાકેશ સચન (MSME, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, રેશમ ઉદ્યોગ, હેન્ડલૂમ અને ટેક્સટાઇલ) સહીત તમામ રાજ્યોના સંલગ્ન અધિકારીઓ, ડેલિગેટસ, સંસ્થાઓ અને કેટલાક કસબી-કલાકારો પણ જોડાયા હતા.
