Breaking News

ભારતના ટોચના 10 જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ: EPI 2022
*
જામનગરનો ફાળો સૌથી વધુ છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાની કુલ યોગદાનની સમકક્ષ છે

ગાંધીનગર, 18 જુલાઈ: એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભો (પિલર્સ)માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ (FY) 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ દ્વારા 17 જુલાઈ, 2023ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. 126 બિલિયન યુએસ ડોલરથી વધુની નિકાસ સાથે ગુજરાત નાણાકીય વર્ષ 2021-22માં મર્ચન્ડાઇઝ નિકાસમાં ભારતમાં અગ્રેસર હતું, જે ભારતની કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં 30% હિસ્સો ધરાવે છે. અગાઉના વર્ષ (નાણાકીય વર્ષ 2020-21) માટે ગુજરાતની મર્ચન્ડાઇઝ નિકાસ 63 બિલિયન યુએસ ડોલર હતી, એટલે વૃદ્ધિની દ્રષ્ટિએ જોઇએ તો, ગુજરાતે તેના નિકાસ મૂલ્યને બમણું કર્યું છે. તમામ પિલર્સના વેઇટેજનો સરવાળો કરીએ, તો ગુજરાત 73.22 નો સ્કોર હાંસલ કરીને ચોથા ક્રમે રહ્યું હતું.

ગુજરાતમાંથી થતી મર્ચન્ડાઇઝ નિકાસ તેની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) માં 35% યોગદાન આપે છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ ટકાવારી છે. વધુમાં, નાણાકીય વર્ષ 2021-22માં 4234 નવા નિકાસકારો સાથે ગુજરાતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા નિકાસકારોની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: