ઉધના યાર્ડ રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર
મુંબઈ ડિવિઝનના ઉધના યાર્ડમાં રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
1) 04.03.2023 ના રોજ બાંદ્રાથી ઉપડનારી ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ રદ.
2) 05.03.2023 ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ રદ.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
1) 05.03.2023 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ વાયા છાયાપુરી-નાગડા-મક્સી-સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા અને બડનેરાનો સમાવેશ થાય છે.
2) 05.03.2023ના રોજ રાજકોટ થી ઉપડનારી ટ્રેન નંબર 22937 રાજકોટ-રીવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ વાયા છાયાપુરી-નાગડા-મક્સી-સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર અને ખંડવાનો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
*****
સુનિલ કુમાર મીના,
સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.