Breaking News

રાજકોટ તા. ૦૪ માર્ચ – રાજ્ય સરકારની ૧૦૮ આરોગ્ય વિષયક સેવાને વધુ સુદ્રઢ
કરવા માટે આરોગ્ય મંત્રીશ્રી દ્વારા સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું નવીનતમ વર્ઝન આજે
લોન્ચ કરાયુ હતું.
૧૦૮ સિટીઝન મોબાઈલ એપ્લીકેશનના નવા વર્ઝનમાં બ્લડ બેંક, હોસ્પિટલ સરળતાથી
જી.પી.એસ. બટન પર ક્લિક કરીને શોધી શકાશે. ૭૦૦૦ કરતા પણ વધુ સરકારી અને ખાનગી
હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલિટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે, જેની
નાગરિકો જાતે સર્ચ કરી નજીકની હોસ્પિટલ પસંદ કરી શકશે.
આ એપમાં ૧૦૮ બટન દબાવીને એમ્બ્યુલન્સને કૉલ કરી શકાય છે, તથા ઇમરજન્સી
રિસ્પોન્સ સેન્ટરમાં – કૉલરની વિગતો જેમ કે નામ, ઉંમર વગેરે- જે એપ્લિકેશનમાં અપડેટ
કરવામાં આવશે.


૧૦૮ સીટીઝન મોબાઈલ એપ Android અને ios બંનેમાં કાર્યાન્વિત કરવામાં આવેલ છે.
આ એપમાં ફોન કોલ કર્યા સિવાય પણ લોકો નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી
ઘટના સ્થળે બોલાવી શકે છે. જેનાથી ઘટના સ્થળની માહિતી મેળવવામાં સમયનો બચાવ થશે
અને સારવાર આપવાના ગોલ્ડન અવર્સનો દર્દીને લાભ મળશે.

આ એપમાં પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા પૂરી
પાડતી ૨૪ કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી, ખાનગી હોસ્પિટલો, બાલ સખા
હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી
શકાશે. ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા
આપમેળે જ મળી શકશે.
એપ્લિકેશનમાં એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) અને આવનાર
એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મળી શકશે. આ એપ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી
એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે. લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે
અભિપ્રાય પણ આ એપનાં માધ્યમથી રેટિંગ થકી આપી શકશે
૧૦૮ સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય
તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે તે પ્રકારની વ્યવસ્થા
મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે તેમ પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post