21-12-2023
આજરોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાંકણોલ . હિંમતનગર ખાતે દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આદીવાસી સંમેલન તથા આદીવાસી સમૂહ લગ્નોત્સવ ઉજવાયો.
આજરોજ હિંમતનગર મંદીરે સદ્ગુરૂ પૂજ્ય ઇશ્વરચરણદાસ સ્વામી તથા સદ્ગુરૂ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી તથા સંતો એ સવારે ૧૦-૩૦કલાકે લગ્ન સભામંડપ પાવન કરી આદીવાસી સંમેલન નો શુભારંભ કરવામાં આવ્યો .
હિંમતનગર ના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા સાહેબ તથા ખેબ્રહ્મા ના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વીનભાઇ કોટવાલ સાહેબ તથા એન.જી.પ્રોજેક્ટ ના પ્રમુખ શ્રી ગોપાલસીંહ રાઠોડ સાહેબ તથા કેવલભાઇ જોષીયારા પ્રદેશ મંત્રી આદીજાતી મોરચો ભાજપ ગુજરાત પ્રદેશ ની હાજરીમાં ભવ્ય રીતે આદીવાસી સંમેલન યોજાયુ . તેમા વ્યસનમુક્તી તથા સમૂહ લગ્ન થી થતાફાયદા વિશે સદ્ગુરૂ સંતો ધ્વારા આશીર્વચન આપવામાં આવ્યા .
આદીવાસી સમૂહલગ્નોત્સવ માં ૧૦૦ જેટલા યુગલો હિન્દુ શાસ્ત્રોક્ત વિધી થી લગ્નગ્રંથી થી જોડાયા. જેમા દરેક યુગલ ને રૂપીયા ૧ લાખથી પણ વધુ ના દાગીના તથા વસ્તુ સ્વરૂપે કરીયાવર આપવામાં આવ્યો.
આ પ્રસંગે મંદીર ખાતે ૨૦૦૦૦ થી વધુ સંખ્યા માં આદીવાસી સમાજ ના લોકો પણ આ પ્રસંગે સામેલ થયા. દરેકે મંદિર તરફથી કરેલ મહાપ્રસાદ ની વ્યવસ્થા નો લાભ લીધો.