ધ સિન્ધુ ફાઉન્ડેશન (અમદાવાદ પશ્ચિમ) અને સિંધી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ગુજરાત રીજીયન) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બિઝનેસ એક્સેલેન્સ એવોર્ડ્સ -૨૦૨૩ ના કાર્યક્રમમાં બલવંતસિંહ રાજપૂત સાહેબે ઉપસ્થિત રહી સિંધી સમાજને શિક્ષણ અને ઉધોગ ક્ષેત્રે આગળ વધવા સંદેશ પાઠવ્યો.
આ પ્રસંગે સાંસદશ્રી નરહરિભાઈ અમીનજી તથા નરોડાના ધારાસભ્યશ્રી ડૉ. પાયલબેન કુકરાણી જોડાયા હતા.
બંને સંસ્થાના પ્રમુખશ્રી નરેન્દ્ર સોમાણી અને તેમની ટીમ દ્વારા ઉદ્યોગ, શિક્ષણ, ઈનોવેશન, હેલ્થકેર અને ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે કુલ ૧૬ એવોર્ડ (૨૦ વ્યક્તિઓ) તથા શ્રી પુરૂષોત્તમ મુલ્તાનીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપી સિંધી સમાજના સફળ વ્યક્તિઓને નવાજ્યા.
આ સંસ્થા દ્વારા ૩૦૦ વિધાર્થીઓની સ્કૂલ ફી તથા અન્ય શૈક્ષણિક સહાય આપવામાં આવે છે.