Breaking News

Default Placeholder

સરસ મેળો ૨૦૨૩માં અલગ અલગ સ્ટોલ્સની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરું પાડતા રાજ્યમંત્રીશ્રી

કુંવરજીભાઈ હળપતિ


અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સરસ મેળો ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે

આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામના ઉદ્દેશ સાથે ‘સરસ મેળો : સપનાની ઉડાન ૨૦૨૩’નું
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.


જેમાં ગુજરાત રાજ્યના કુલ ૧૦૦ સ્ટોલ અને દેશના અલગ અલગ રાજ્યના કુલ ૫૦ સ્ટોલ ઊભા કરવામાં
આવ્યા છે. ૨૦મી ફેબ્રુઆરીએ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ
હળપતિએ સરસ મેળાની મુલાકાત લીધી હતી. સરસ મેળાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ મેળો ૨૭
ફેબ્રુઆરી સુધી ચાલશે.


મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ વિવિધ સ્ટોલ્સમાં દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતના વિવિધ
જિલ્લાઓના હસ્તકલા, હેન્ડલૂમ, ફુડ પ્રોડક્ટ, આર્ટીઝન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, લાઈવ ફુડ સ્ટોલ્સ સહિતનાં કલાત્મક
જેવા વિશેષ આકર્ષણોને નિહાળીને ગ્રામીણ મહિલા અને તેમના વિવિધ જૂથોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડો. મનીષ બંસલ, જી.એલ.પી.સી ના
વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: