નેશનલ પ્રોગ્રામ ઓફ ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ હેઠળ આ પ્રકારના
વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવે
દ્વારા ચેખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને વૃક્ષારોપણ કરવામાં
આવ્યું હતું. નેશનલ પ્રોગ્રામ ઓફ ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંતર્ગત આ વૃક્ષારોપણ
કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના વૃક્ષારોપણ કાર્યક્રમથી જળવાયું પરિવર્તનમાં ઘટાડો થશે અને હવાના ઘટાડો
કરી શકાશે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ વૃક્ષારોપણ
હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન
દેસાઈએ જણાવ્યું હતું.