Breaking News

જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.ના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિની તત્કાલ કામગીરી
**
પોસ્ટર, બેનર અને દીવાલ પરના લખાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

18-3

ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પ્રથમ બે દિવસોમાં જ ૧૭,૦૭૫ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રથમ બે દિવસમાં જ જાહેર મિલકતો પરથી ૭૫૯૯ વોલ પેઇન્ટિંગ, ૧૪૪૫ પોસ્ટર, ૨૮૨૫ બેનર અને અન્ય ૧૩૨૩ એમ કુલ ૧૩૧૯૨ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી ૨૩૨૮ વોલ પેઇન્ટિંગ, ૩૭૬ પોસ્ટર, ૬૫૫ બેનર અને અન્ય ૫૨૪ એમ કુલ ૩૮૮૩ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ ૧૭,૦૭૫ પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.

આ ઉપરાંત જાહેર મિલકત પરની ૯૩૩૭ તથા ખાનગી મિલકતો પરથી ૨૯૪૩ પ્રચારાત્મક લખાણો-રેખાંકનોને ભૂંસવાની કામગીરી પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: