બાગાયત ખાતા હેઠળની નાયબ બાગાયત નિયામક અમદાવાદની કચેરીની કેનિંગ અને કિચન ગાર્ડન શાખા
દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ પાલડીના નરોત્તમ ઝવેરી હોલ ખાતે આધુનિક ગાર્ડનિંગ
પદ્ધતિઓ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ અંતર્ગત તાલીમાર્થીઓને કિચન ગાર્ડન ,
વર્ટીકલ ગાર્ડન, હાઇડ્રોપોનિકસ વગેરે પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતે
તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને કિચન ગાર્ડન કિટ એનાયત કરવામાં આવી હતી.
આ તાલીમમાં વડોદરા વિભાગના સંયુકત બાગાયત નિયામક ડો.જે.એમ. તુંવાર તથા ડૉ.કે.જી.મહેતા તેમજ
કચેરીના ટેકનિકલ અધિકારીશ્રીઓ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ મુદ્દાઓ અને બાબતો અંગે તલસ્પર્શી જ્ઞાન
પીરસવામાં આવ્યું હતું.