
બૃહદ લોસ એનજેલસની પ્રસિદ્ધ ઑરેન્જ કાઉન્ટીના ત્રણ શહેરો (પ્લેસન્સિયા, બ્રેઆ અને ફુલેર્ટન ) ના ત્રિભેટે આવેલ ટ્રાય સિટી પાર્ક ખાતે સુંદર સરોવર કિનારે હરિયાળી લોનમાં સિનીયર સંસ્થા ‘ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ’ (GSFC) દ્વારા રવિવાર (તા.૫/૫/૨૪)ના રોજ એક પિકનિક યોજાઈ હતી.
શરુઆતમાં ગુણવંત પટેલે સૌને GSFC વતી આવકાર્યા હતા અને કાન્તિલાલ મિસ્ત્રીએ ગૃપની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.
શરૂઆતમાં જ સૌએ યુવા સભ્ય ઉમેશ શાહ દ્વારા બાફેલા મસાલેદાર ચણા અને તરબૂચનો અલ્પાહાર માણ્યો.
કુમળા તડકામાં કાનટોપી ધારણ કરી ખુરશીમાં જ બેઠા બેઠા વિટામિન ડી સાથે જ ગીત સંગીત, ગપસપ, જોક્સ વગેરેની મજા કાંઈક ઓર જ હતી.
ત્યાર બાદ ગુણવંત પટેલ દ્વારા યોગા તથા હળવી અંગ કસરતોનું નિદર્શન આપવામાં આવ્યું અને સૌને કસરત કરાવવામાં આવી.
ભાષ્કર શાહ દ્વારા દક્ષિણ કેલિફેનિયા વિસ્તારમાં વસતા દક્ષિણ એશિયનો માટેની ‘Sahara Care’ નામની સંસ્થા કે જે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહાર પામેલને મદદ કરે છે. સહારા કૅર દ્વારા મળતી સેવાઓની માહિતી આપી હતી અને બધાને કોમ્પ્લીમેંટરી ભેટો આપી હતી. તેમજ શ્રી જગદિશભાઈ પટેલે ફૅક ફોન અંગે કેવી રીતે સાવચેત રહેવું તેની માહિતી આપી .

તેઓએ સૌને બીન્ગોની સુંદર રમત રમાડી હતી. અને પ્રથમ વિજેતાને સુંદર બ્લેંકેટ તથા અન્ય ચાર વિજેતાઓને છત્રીઓ ભેટ આપી હતી.
અંતમાં Potluck લંચમાં લાવેલ છપ્પનભોગની મજા જ અલગ હતી. અનેક હાથોથી બનેલ વિવિધ વાનગીઓ એક સાથે. જેમાં ખાટી,મીઠી, તીખી વગેરે સ્વાદોની વિવિધતા હતી.
શિખંડથી માંડી જાત જાતની પૂરી,મેથી થેપલાં, ખમણ સહિત અનેક ફરસાણની વિવિધતા, અનેક અથાણા સહિત અવનવી વાનગીનો છપ્પન ભોગ સૌએ મન ભરીને માણ્યો.
અંતમાં દુષ્યંતભાઈ પટેલ એ સૌનો આભાર માન્યો હતો.
( માહિતી:- ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )