
અમેરીકાના એનાહેમ સ્થિત શ્રી ગાયત્રિ મંદિરના મિટીંગ પ્લેટફોર્મ પર તારીખ ૬ જુન ૨૦૨૪ ને શનિવાર ના રોજ બપોરે ૧૨ થી ૨ દરમ્યાન યોજાયો હતો. જેમાં મુખ્ય કલાકાર હતા શ્રી ડૉ.પ્રવિણ શેદાણી, શ્રી વિરેદ્ર મંડાલીયા તથા સીમા મિત્તલ મુખ્ય હતા. સમગ્ર કેરીયોકે સિસ્ટમનું સંચાલન સંસ્થાના શ્રી અરવિંદભાઈ પટેલે સંભાળ્યું હતું…કાર્યક્રમ જુની યાદગાર ફિલ્મો જેવી કે એક-હી રાસ્તાનું ‘ ચલી ગોરી પી કે મિલન કો ચલી.હાવરા બ્રીઝ નું ‘મેરા નામ ચિન ચિન ચૂ, મેરાનામ જોકર નું એ ભાઈ જરા દેખ કે ચલો…, સોલવા સાલ નુ, હે અપના દિલ આવારા…, ભાભી નું ચલ ઊડજા રે પંખી…, જાગૃતિ ફિલ્મનું ‘ હમ લાયે હે તુફાનસે કસ્તિ નિકાલકે…,ગુમરાહનું ‘ ચલો એકબાર ફિરસે અજનબી બનજાયે…,સારંગા ફિલ્મનું સારંગા તેરી યાદ મે તથા ગેમ્લર ફિલ્મનું દિલ આજ સાયર… અને આર-પાર ફિલ્મનું બાબુજી ધીરે ચલના… જેવા સદાબહાર ગીતો સાંભરી હાજર સૌ ઝુમી ઉઠયા હતા.

કાર્યક્રમ બાદ મંદિરના રસોડે બધા માટે ” સ્વાદિસ્ટ પાઊં ભાજીના સુંદર વ્યંજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સફળ બનાવવામાં એસોસિએશનમા પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જિતેંદ્ર પટેલ,જયશ્રીબેન પટેલ, સ્મિતાબેન પરમાર,ભારતીબેન પટેલ,મૃદુલાબેન પટેલ મુખ્ય હતા. તેમજ ગાયત્રિ મંદિરના શ્રી ભાનુંભાઈ પંડયા અને શ્રીમતિ કુસુમબેન પંડયા નો પણ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો.
( માહિતી અને તસ્વિરઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )