અમેરીકાના સધર્ન કેલિફોર્નિયા ના ઑરેન્જ કાઉન્ટી સ્થિત ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ GSFC ની પાર્ક પિકનિક યોજાઇ ગઈ
સધર્ન કેલિફોર્નિયાના પ્રશાન્ત મહાસાગરના કિનારે આવેલ પ્રસિદ્ધ ઑરેન્જ કાઉન્ટીના ત્રણ ઉપ નગરો (પ્લેસન્સિયા, ફૂલેર્ટન અને બ્રેઆ) ના ત્રિભેટે આવેલ ૪૫ એકરના વિશાળ પાર્કમાં ‘ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ’ (GSFC) દ્વારા શનિવાર, ૧૫ એપ્રિલના રોજ એક પિકનિક પાર્ટી યોજાઈ હતી. સૌ પ્રથમ ગુણવંત પટેલ ( GSFC સંયોજક ) દ્વારા શરુઆતમાં સૌને આવકારી GSFC નો ટૂંક પરિચય આપવામાં આવ્યો.ત્યાર બાદ સૌને મહેન્દ્રપુરી ગોસ્વમિ દ્વારા સ્પોન્સર કરેલ અને ગાયત્રિ મંદિરના શ્રી ભાનુંભાઈ પડયા , ઉમેશ શાહ તથા જતીનભાઈ શાહ દ્વારા તૈયાર કરેલ ઠંડાઈ welcome drink તરીકે આપવામાં આવ્યું. કાર્યક્રમ ઉદઘોષક શ્રી હર્ષદરાય શાહ દ્વારા સૌને આવકાર્યા બાદ બહેનોની દોરવણી થી વિવિધ રમતો રમાડવામાં આવી.
આ પિકનિકમાં સરપ્રાઈઝ ગેસ્ટ રૂપે અર્વાઈન શ્રીનાથજી હવેલીના મુખિયાણી નેહાબેન વ્યાસ કે જેઓ શાસ્ત્રીય સંગીત અને હવેલી સંગીતમાં નિપુણતા ધરાવે છે, તેમણે અમારી વિનંતિથી પધારી સુંદર ભક્તિગીતો રજુ કર્યા. અને ગરબા પણ ગવડાવ્યા. ત્યાર બાદ ચન્દ્રિકાબેન તથા કાન્તિલાલ મિસ્ત્રી દ્વારા સુંદર અભિનય ગીત તથા કૉમેડી સ્પિચ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત હર્ષદરાય શાહ, અનિલ દેસાઈ વગેરેએ રમુજી જોક્સ રજુ કર્યા હતા. ૧૧ વાગે શરૂ કરેલ કાર્યક્રમમાં ૧ઃ૩૦ વાગે ગુલાબ જામ્બુ, પુરી, ચણા, મૂઠિયા, પુલાવ, કઢી અને સલાર્ડ સાથેનું ગાન્ડ લંચ માણ્યું .લંચ બાદ શ્રી ભાસ્કરભાઈ શાહે સૌને ‘ બીન્ગો ‘ ની રમત રમાડેલ…… આ કાર્યક્રમના લંચના ગ્રાન્ડ સ્પોન્સર ઉમાશશી દેસાઈ, ભાનુભાઈ પંડયા તથા અતુલભાઈ શાહ હતા. અંતમાં જગદીશ પટેલ દ્વારા આભારવિધિ કરાઈ હતી.
( માહિતી :- ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )