સૌ વૈષ્ણવોના મનોરથ રૂપે શ્રીજી મંદિર,બેલફ્લાવર માં નવી હવેલી ના નિર્માણ અર્થે તા ૧૮ મી માર્ચના રોજ ભૂમિપુજન ઉત્સવ શ્રી કૃષ્ણઃ શરણં મમ અને યમુનાજીની સ્તુતિ સાથે સંપન થયો. આશરે ૫૦૦ થી વધુ વૈષ્ણવો આ ઉત્સવમાં સહભાગી થયા. બધાજ વૈષ્ણવોએ પોતાના નામ વાળી બ્રીક્સ નું પૂજન કર્યું અને દરેક હાજર વૈષ્ણવોએ શાંતિયજ્ઞમાં આહુતિ આપી. બધાજ વૈષ્ણવોનો એકજ સુર એ હતો કે ‘ખુબ સુંદર આયોજન’ થી સૌએ આયોજકો અને સ્વયંમસેવકોના કાર્યને હ્રદયથી બિરદાવ્યા.
કાર્યક્રમ બાદ સૌ વૈષ્ણવોએ આજે એકાદશી હોવાથી ફરારી મહાપ્રસાદ લઈને સંસ્મરણો વાગાળતા છૂટા પડયા. બીજા દિવસે તા ૧૯ મી માર્ચ ના રોજ આ શ્રીજીમંદિર બેલફ્લાવર નો છથ્થો પાટોત્સવ પણ ઉજવવામાં આવેલ…. આ પ્રસંગે ખાસ ભજન અને કીર્તન પણ રાખવામાં આવેલ જેની રજુઆત પોતાના મધુર કંઠમાં જાણીતા ભજનીક જયશ્રીબેન ગોહીલે કરી, તેમજ તબલા પર સંગત શ્રી ગોપાલભાઈ શ્રોફે આપી તેમજ શ્રી કિરણભાઈ સંપતે કીબોર્ડ પર પોતાની આગવી કલા રજુ કરી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું. આ સાથે ” સોનામા સુગંધ ભળે તેમ ” રંગશ્રી ડાન્સીસ ઓફ ઈન્ડીયાના પોલામી પંડીત અને તેમના વૃન્દ સાથે કૃષ્ણ પ્રેમ ના નૃત્યોની રજુઆત કરી હાજર સૌના દિલ જીતી લીધા હતા. સાથે કવિતા તેલી અને વિશાખાએ પણ નૃત્ય ની રજુઆત કરી હતી.
( તસ્વિર અને માહિતી:- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )