અમેરીકાના કેલિફોર્નિયાના ઑરેન્જ કાઉન્ટી ખાતે આવેલ શ્રીનાથજી હવેલી માં તારીખ ૧૫ મી અપ્રિલ ને શનિવાર તથા તારીખ ૧૬ મી એપ્રિલ ને રવિવારના રોજ
શ્રીનાથજી હવેલી ખાતે મહાપ્રભુજી જન્મોત્સવ ની ઉજવણી માટે મોટી સંખ્યા ભાવિકો હાજર રહ્યા હતા આ પ્રસંગે ખાસ (કડી-અમદાવાદ ના) પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રી આશ્રયબાવા
મહોદયશ્રી ખાસ પધાર્યા હતા. શ્રીમદ્ વલ્લભાચાર્ય, વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા. પુષ્ટિ માર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે છે. અર્વાઈન હવેલી ખાતે શનિવારના રોજ શ્રી આશ્રયબાવાના વચનામૃતનો હાજર સૌ વૈષ્ણવોએ લાભ લીધો…તેમજ રવિવારના રોજ સવારે ૧૦ઃ૪૫ કલાકે પાલના દર્શન તથા ૧૨ઃ૧૫ કલાકે સૌએ તિલક દર્શન તથા રાજભોગના દર્શનનો લાભ લીધો હતો. અને રવિવારના સાંજના ૪ઃ૩૦ વાગે શોભાયાત્રામાં સૌ વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારબાદ શ્રી આશ્રયબાવાના સુંદર પ્રવચનનો લાભ લીધો હતો. અંતમાં શયન આરતી બાદ સૌ મહાપ્રસાદ લઈ તૃપ્ત થયા હતા.
( માહિતી અને તસ્વિરઃ કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા )