
અમેરિકામાં ભારતીયજનો દ્વારા રામ મંદિર નિર્માણને લઈ ભાવવિભોર બન્યા, મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ નિહાળી શ્રી રામ પ્રભુની સ્તુતિ વંદના અને આરતી કરી ભવ્ય ઉજવણી કરી
ભારતીય રાજકારણમાં એક માત્ર ભારતીય જનતા પાર્ટીએ જ શ્રીરામ મંદિર નિર્માણના માટે રાજકીય સંઘર્ષ કર્યો અને પ્રબળ સંકલ્પ સાકાર પણ કર્યો :
અમેરિકામાં ભારતીયજનો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા લોસએન્જલસ ખાતે આવેલ ગાયત્રી ચેતના મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના અયોધ્યામાં ભગવાન શ્રીરામ નાં ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે જેના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામના મોહક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ અને ઉમળકો અમેરિકામાં વસતા ભારતીયજનોમાં પણ જોવા મળ્યો હતો.અહી ભવ્ય કાર રેલી અને ગરબા સાથે ભારતીય અમેરિકનોએ આ મહોત્સવની ઉજવણી કરી હતી.
આ અંગે લેબોન હોસ્પિટાલીટી ગૃપ અને ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારતીય ઇતિહાસના 500 વર્ષના લાંબા સંઘર્ષ કાળ દરમિયાન લાખો હુન્દુઓએ આ પ્રભુ શ્રીરામની જન્મભૂમિ ની રક્ષા કાજે બલિદાન આપ્યા છે. ભારતીય રાજકારણમાં એક માત્ર ભારતીય જનતા પાર્ટીએ જ શ્રીરામ મંદિર નિર્માણના પ્રબળ સંકલ્પ સાથે ભારતીય પ્રજા સાથે જન આંદોલન અને રાજકીય સંઘર્ષ કર્યો તેમજ સત્તા પર આવતાની સાથે જ એ સંકલ્પ સાકાર કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર કાર્ય માટે 11 દિવસના કઠોર અનુષ્ઠાન પણ કર્યું છે.પ્રભુ શ્રીરામ ભારતીય પ્રજાના હૃદય અને આપણા સૌના આરાધ્ય દેવ છે. આ સમારોહને લાઇવ ટેલીકાસ્ટ નિહાળી અને અમે સૌ ભારતીય અમેરિકન નાગરિકોએ ભવ્યતા અને દિવ્યતા તેમજ પવિત્ર હૃદયથી શ્રીરામ ભગવાનની સ્તુતિ વંદના કરી આ પવિત્ર પ્રસંગને ઉજવ્યો હતો.

આ અંગે સેરીટોસ કોલેજ ફાઉન્ડેશનના ચેરમેન પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં અપીલ કરી છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જે પ્રકારે દિવ્ય અને ભવ્ય આયોજન થયું છે તે પ્રકારે પોતાના ઘર પરિવાર અને વ્યવસાયના સ્થળે દીવો પ્રગટાવી ધાર્મિક ભજન કીર્તન કરી પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા ની ઉજવણી કરવી.અહી અમેરિકામાં પણ આપણે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી આ મહોત્સવની ભક્તિમય ઉજવણી કરી રહ્યા છીએ.
આ અંગે રાજુભાઈ પટેલે જણાવ્આયું હતું કે આપણા સૌ માટે આ ક્ષણ રાષ્ટ્રચેતના અને રાષ્ટ્ર ગૌરવનો સમય છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારત, ભારતીય સંસ્કૃતિ, પ્રભુ શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી , રામદૂત હનુમાનજી સહિત રામાયણના વિવિધ પાત્રો અને ઇતિહાસ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી તેમજ અયોધ્યા વિષય પર સમગ્ર વિશ્વના ધાર્મિક,રાજકીય અને સામાજિક નેતા અને આગેવાનો વિવિધ પ્રસાર માધ્યમો પર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. જેને કારણે નવી પેઢીને ભારતના વૈદિક અને પૌરાણિક ભવ્ય ઇતિહાસની જાણકારી મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં શ્રીરામ મંદિર નિર્માણની અને નિજ મંદિર ગર્ભગૃહમાં શ્રીરામ પ્રભુના તેજોમય સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે.
આ કાર્યક્રમમાં સેરીટોસ કોલેજ ફાઉન્ડેશનના ચેરમેન પરિમલ શાહ, ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી,પશ્ચિમ ઝોન, પ્રમુખ પી.કે. નાયક, પબ્લિક અફેર્સ ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના રાજુભાઈ પટેલ , કૌશિક પટેલ અને ભાનુ પંડ્યા સહીત મોટી સંખ્યામાં ભાવિક ભકતો, શ્રધ્ધાળુઓ અને રાજકીય તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
યોગી પટેલ અધ્યક્ષ દક્ષિણ એશિયન બિઝનેસ એસોસિએશન તેમજ રિપબ્લિકન્સ કોસિલમેન