- ભાજપના વીઝનરી મુદ્દાઓ, થયેલા વિકાસ કામો સર્વ વ્યાપી -સર્વ સ્પર્શી લોકો સુધી લઈ જાવ :- હિરેન જોશી

અમરેલી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા ભાજપ મીડિયાની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી દિવસોમાં રાષ્ટ્રીય પ્રવક્તાને લઈ પ્રેસ કોન્ફરન્સનનું નક્કી કરાયું છે.


આ તકે, મીડિયા પ્રભારીશ્રી અશ્વિનભાઈ બેન્કર જણાવ્યું હતું. સરકારની ઉપલબ્ધિ લોકો સુધી પહોંચે સાથે સરકારી યોજનાઓના લાભાર્થી સુધી મીડિયા ટીમ સંપર્ક કરવો.
દરમ્યાન લોકસભા મીડિયા ઇન્ચાર્જશ્રી હિરેન જોશીએ સંગઠનમાં મીડિયાની ભૂમિકા તેમજ લોકસભાના મીડિયા કામગીરી વિશે જણાવતા ભાજપના વીઝનરી મુદ્દાઓ, આપણા વિસ્તારમાં થયેલા વિકાસ કામો પહેલા અને પછીની વાત સર્વ વ્યાપી, સર્વ સ્પર્શી લોકો સમક્ષ મૂકશો અને સ્થાનિક અને પ્રાદેશિક મીડિયા સાથે સંબંધો મજબૂત કરવા તેવું મીડિયાના ટીમને જણાવ્યું હતું.
આ બેઠકમાં અમરેલી લોકસભાના ભાજપ મીડિયા પ્રભારી શ્રી અશ્વિનભાઈ બેન્કર, શ્રી હિરેનભાઈ જોશી, લોકસભા સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા, મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ વેકરિયા, શ્રી વિપુલભાઈ દુધાત, શ્રી ધર્મેશ વિસાવળીયા સહિતના મીડિયાના આગેવાનો હાજર રહ્યા હતા.