આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ઘ્વજવંદન કર્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ૭૪માં પ્રજાસત્તાક દિને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ
અગ્રવાલે ગગનમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામા આપી હતી.
અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ ના હસ્તે સિવિલની સ્વાસ્થ્ય સુધા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી મનોજ અગ્રવાલે મેડિકલ, પેરામેડિકલ,સફાઈ કર્મી, નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય
કામગીરીને બિરદાવી હતી. તેઓએ ઉપસ્થિત સૌ સિવિલ પરિવારજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
સિવિલ હોસ્પિટલના ૭૪ માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી, સિવિલ
હોસ્પિટલના તમામ વિભાગના વડા, સિનિયર તબીબો, નર્સિંગ,પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરીટી કર્મીઓ,સફાઇ કર્મીઓએ ઉપસ્થિત
રહ્યા હતા.
……………………………….