આકસ્મિક પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની કુશળતા વધારવા માટે તૈયાર
કરતો આ Self Defence Training કાર્યક્રમ
નરોડા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા સંયુક્તપણે સ્વસર્જન ફાઉન્ડેશનના સહયોગથી
શહેરની આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૭ થી ૧૨ સુધીની વિદ્યાર્થીનીઓ માટે સ્વ-રક્ષણ
તાલીમ (Self Defense Training) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીનીઓને આકસ્મિક
પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કરવા માટેની આવશ્યક તકનીકો શીખવવામા આવી હતી.
માનસિક રીતે પોતાની જાતને તૈયાર કરવી તેની જાણકારી ખુબ સુંદર શૈલીમાં શી ટીમ દ્વારા
આપવામાં આવી હતી. ઉપરોક્ત સ્વરક્ષણ કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ માટે તેમની સ્વ-રક્ષણની કુશળતા
વધારવા માટેની એક અમૂલ્ય તક સાબિત થયો હતો.
આ કાર્યક્રમમાં સ્વસર્જન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી કૌશલ ગોહિલ તથા તેમની ટીમ, શાળાના
શિક્ષકો તથા નરોડા પોલીસ મથકના કર્મચારીઓ હાજર રહ્યા હતા.