અમદાવાદ સરકિટ હાઉસ ખાતે આજે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ અંતર્ગત
અમદાવાદ શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠક અન્વયે ગત માસની મીટીંગની કાર્યવાહીની નોંધ લેવામાં આવી તથા ગ્રાહક સુરક્ષા
કાયદા હેઠળ ચાલતી ફેર પ્રાઇસ શોપ અંગેની કાયમી મંજૂરી અંગેની ચર્ચા કરવામાં આવી. આ
સિવાય જનહિત ગ્રાહક સુરક્ષા મંડળની માન્યતા આપવા બાબત પણ ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વાજબી ભાવની દુકાનો ઉપરથી લાભાર્થીઓને
જાન્યુઆરી મહિનામાં વિતરણ પ્રમાણ અને ભાવ અંગેની વિગતોની માહિતી પણ આપવામાં
આવી. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રેશનકાર્ડ અને અન્ન સુરક્ષા કાયદા હેઠળ કરવામાં
આવેલી તપાસણીની પણ ચર્ચા કરવામાં આવી.
બીપીએલ કાર્ડ, અંત્યોદય યોજના તથા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ પ્રતિ વ્યક્તિ અને
પ્રતિ કુટુંબ દીઠ મળતા વિનામૂલ્યે વિતરણના જથ્થા તથા ડેટાની માહિતી આપવામાં આવી.
આ મિટિંગમાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અમિત ઠાકર, દિનેશ કુશવાહા, બાબુસિંગ જાધવ,
દર્શનાબેન વાઘેલા, ડૉ. પાયલબેન કુકરાની, જિતેન્દ્રભાઈ પટેલ, અન્ન અને પુરવઠા નિયામકશ્રી,
અન્ન અને પુરવઠા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.