અટલ બ્રિજ શહેરના બે કિનારાને જોડવા ઉપરાંત ડિઝાઇન અને ઇનોવેશનનો અભૂતપૂર્વ
સમન્વય – અટલ બ્રિજ એ અટલજીને ભાવભીની શ્રદ્ધાંજલિતેમણે સાબરમતી રિવરફ્રંટ પર નવનિર્મિત અટલ બ્રિજ સાબરમતી નદી કે નદીના બેકિનારાને જોડવા ઉપરાંત ડિઝાઇન અને ઇનોવેશનમાં અભૂતપૂર્વ હોવાનું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જણાવી અટલજી અનેગુજરાતના પ્રસિદ્ધ પતંગ મહોત્વનું સમન્વય હોવાનું પણ ઉમેર્યું હતુ.
અટલ બ્રિજનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતુ કે, વર્ષ 1996માં અટલજી ગાંધીનગર
લોકસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા હતા . આ બ્રિજના નિર્માણ દ્વારા અટલજીને ભાવભિની
શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટની શરૂઆતનો પ્રથમ સફળ દાયકો પૂર્ણ થયો છે.
વડાપ્રધાનશ્રીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું લોકાર્પણ થતા રિવરફ્રન્ટની
યશકલગીમાં એક નવું મોરપિંછ ઉમેરાયું છે.