ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલે હાજર રહી શાળાની કિશોરીઓને કુશળ તથા
સશક્ત બનવા પ્રોત્સાહન પૂરું પાડ્યું
ભારત સરકારની થીમ કિશોરી કુશળ બનો હેઠળ અમદાવાદ જિલ્લામાં બ્લોક કક્ષાએ
આયોજિત કરવામાં આવે છે આ પ્રકારના સુપોષિત કિશોરી અભિયાન મેળા
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
આઇસીડીએસ વિભાગના પૂર્ણા યોજના અંતર્ગત ઘટક 4 અને 9 અને 16 ના સંયુક્ત ઉપક્રમે
“સુપોષિત કિશોરી અભિયાન મેળા”નું કાંકરિયાના બળવંતરાય હોલ ખાતે આયોજન કરવામાં
આવ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ મેળામાં અધ્યક્ષ સ્થાને હાજર
રહેલા ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલે દીકરીઓ કુશળ અને સશક્ત બને તે માટે કાર્યક્રમમાં
ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહન આપ્યું તથા દીકરીઓના જન્મને વધાવવા, તેમને શિક્ષિત કરવા
માટે જે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લઈ પ્રતિજ્ઞા
લીધી કે, “દીકરીઓને તેમના હક જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય જેવા હક આપી
દીકરી અને દીકરાના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું.”
આ સાથે, ગીતાબહેન પટેલે કાર્યક્રમમાં લાગેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. મહિલા
પોલીસની She ટીમનો સ્ટોલ, ૧૮૧ ની યોજનાથી માહિતગાર કરતો સ્ટોલ, આઇસીડીએસ વિભાગ
દ્વારા પ્રદર્શન તેમજ હેલ્થ અને એનિમિયા તથા આરોગ્યનું ટેસ્ટિંગ કરતા કેમ્પની મુલાકાત લીધી.
આ સિવાય, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેમની વિવિધ યોજનાઓની માહિતી આપતો
સ્ટોલ, મફત કાનૂની સેવાની માહિતી આપતો સ્ટોલ, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા તેમની
વિવિધ યોજનાઓની માહિતી આપતા સ્ટોલની મુલાકાત લીધી.
સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનમાં દીકરીના જન્મથી લઈને તેના પાલનપોષણ
સુધીનું ધ્યાન રાખવામાં આવે છે. બેટીઓની સશક્ત બનાવી, તેમને સમાન અધિકાર અને અવસર
આપી કોઈપણ પ્રકારના જાતિગત કે લૈંગિક ભેદભાવ વિના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા
દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવામાં આવે છે. દીકરીઓને સમાન અધિકાર મળે અને તે સશક્ત
નાગરિક બની રહે એ માટે આ પ્રકારના આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓના જન્મને
વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દીકરીના શિક્ષણને સુનિશ્ચિત કરી દીકરી સમાન અધિકારો
સાથે દેશની સશક્ત નાગરિક બની શકે તે માટે ભારત સરકારની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ
બ્લોક કક્ષાએ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારી તથા કર્મચારીઓ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ અને
15 થી 18 વર્ષની કિશોરીઓ હાજર રહ્યાં હત