રાજ્યભરમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપી રાજ્યવ્યાપી આયુષ્માન
કાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી
અડધી રાત્રે પણ મદદરૂપ થાય તેવી યોજના એટલે પી.એમ. જે. એ.વાય. યોજના:
મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર
“દરેક ગુજરાતી થશે આયુષ્માન, સૌને મળશે પી.એમ.જે.એ.વાય.-માં યોજના હેઠળ
“આયુષ્માનનું વરદાન“ અંતર્ગત અમદાવાદના પીરાણા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ
મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકે લાભાર્થીઓને ૫૦
લાખ આયુષ્માનકાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત
અમદાવાદ જિલ્લામાં એક સાથે એક સમયે અંદાજિત ૩.૫૬ લાખ જેટલા આયુષ્માન કાર્ડના
વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે કહ્યું કે, પ્રધાનમંત્રી
તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે આરોગ્યને પ્રાથમિકતા આપી
છે. અડધી રાત્રે કોઈને કોઈ બિમારી થાય ત્યારે ૫ લાખ સુધીનો ખર્ચો થતો હોય, અને ઘર કે
દાગીના ગીરવે મૂકવાની નોબત આવી હોય, કે કોઈની પાસે ઉછીના લેવાની નોબત આવી હોય
તેવા સમયમાં ગુજરાતના લોકોની સેવા કરવા આયુષ્માન કાર્ડની ઔ વ્યવસ્થા કરવામાં આવી
છે. ગુજરાતના સારા રોડ રસ્તા ઉપર સતત ચાલતી 108 ની એમ્બ્યુલન્સ એ સુખાકારીની
પ્રતીતિ કરાવે છે.
ધારાસભ્ય શ્રીબાબુભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે ગરીબો અને ચિંતા કરી છે. ગરીબ
કલ્યાણ મેળાઓમાં ગરીબો તથા વંચિતોની ચિંતા કરીને વચેટિયાઓને દૂર કરીને લાભાર્થીઓએ
હાથોહાથ પૈસા અપાતા લાભાર્થીઓને મોટો ફાયદો થયો છે. આરોગ્ય માટે થતા નાના મોટા
ખર્ચા ઉપરાંત દર્દીને હોસ્પિટલ પહોંચવા સુધીની ચિંતા સરકારે કરી છે. આ માટે 300 રૂપિયા
સુધીનો ભાડા ખર્ચ આપવામાં આવે છે. ગુજરાતમાં 50 લાખ લોકોને આયુષ્માન કાર્ડ
આપવામાં આવ્યું છે.
“પહેલું સુખ તે જાતે નર્યા” આ કહેવત મુજબ ચિંતા કરી સરકારે સૌનું આરોગ્ય સુધરે તે
માટેના પ્રયત્નો કર્યા છે. બાળક પેટમાં હોય ત્યારથી લઈને દિકરી 18 વર્ષની થાય ત્યાં સુધી
ચિંતા સરકારે કરી છે. વિકાસમાં ગુજરાત પહેલા ક્રમે આવે છે.
આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ
શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત
સર્વેક્ષણ 2011ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીનું
આરોગ્ય કવચ પૂરું પાડવા માટે વર્ષ 2018 થી અમલી છે.
તા. 5/08/2021 થી “માં” તથા “માં વાત્સલ્ય “ યોજના અને આયુષ્યમાન ભારત
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ને “ પી.એમ.જે.એ.વાય –મા “ યોજનાનું સંયુક્ત નામ
આપવામાં આવેલ છે. આ યોજના હેઠળ પ્રાયમરી, સેકન્ડરી તેમજ ટર્શરી બીમારી માટે
કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂપિયા 5 લાખ સુધીની નિયત કરેલ પ્રોસીજરો માટે ઉત્તમ
પ્રકારની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
પી.એમ.જે. એ.વાય. યોજના હેઠળ હાલ કુલ 2739 હોસ્પિટલો ( ખાનગી- 810 અને
સરકારી 1929 ) જોડાયેલ છે. જે પૈકી અમદાવાદ જીલ્લાની 145 સરકારી હોસ્પિટલો
તથા 109 પ્રાઈવેટ હોસ્પિટલો જોડાયેલી છે.
હાલમાં આ યોજના અંતર્ગત બાળકોને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના
રીપ્લેશમેન્ટ; કિડની, ગંભીર ઈજાઓ, નવજાત કાન, નાક, ગળાના રોગો, સ્ત્રી રોગ,
માનસિક રોગ, હૃદયનાં રોગો, કિડનીના આંખના સામાન્ય બીમારીથી લઇને ઓર્ગન
ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બીમારીઓ માટે કુલ 2711 જેટલી નિયત
પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે.
પી.એમ.જે.એ.વાય-મા યોજના હેઠળ હોસ્પીટલમાં દાખલ દર્દીને રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન,
નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, દવાઓ, દાખલ ચાર્જ; દર્દીને ખોરાક,
ફોલોઅપ, મુસાફરી ખર્ચ વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત યોજના
હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવાના ખર્ચ પેટે રૂપિયા 300
રોકડ સહાય આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં અમદાવાદના કલેક્ટર શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી
અનિલભાઈ ધામેલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા
પંચાયતના સદસ્યો, પી.એમ.જે.એ. વાય. યોજનાના લાભાર્થીઓ, તથા અન્ય લોકો હાજર રહ્યા
હતા.