Breaking News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધર્મસભામાં

ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે શ્રી ખેતીયા નાગદેવ મંદિર
નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

આ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે આયોજિત ધર્મસભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર
પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ શ્રી ખેતીયા નાગદેવ મંદિરમાં દર્શન
પૂજન કર્યા હતા અને સંત શકિતના આર્શીવચન મેળવ્યા હતાં.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, 500 વર્ષ જુનું આ ખેતીયા નાગદેવ
મંદિર અનેક લોકોનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ પાંચ સંકલ્પો આપ્યા છે તેમાંનો એક સંકલ્પ એ આપણી સંસ્કૃતિ અને વિરાસતોની
જાળવણી અને ગૌરવ કરવાનો છે તે અહીં સાકાર થાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યના દરેક લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ
વધે તેમજ ગુજરાત ઉત્તરોત્તર વિકાસ કરતું રહે તેવી પ્રાર્થના તેમણે શ્રી ખેતીયા નાગદેવ
મંદિરમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ કનુભાઈ પટેલ, શ્રી હાર્દિકભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ,
શ્રી કિરીટસિંહ ડાભી તથા મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મહંત શ્રી રામસ્વરૂપપુરીજી
મહારાજ, મહંત શ્રી મોહનદાસજી મહારાજ, મહંત શ્રી ઘનશ્યામદાસ મહારાજ, શ્રી ચૈતન્ય શંભુ
મહારાજ સહિતના સંતો – મહંતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post