Breaking News

Default Placeholder

બાગાયત નિયામકશ્રી ડૉ. પી.એમ. વઘાસીયા તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી જે,આર.પટેલ દ્વારા
૨૪/૧૨/૨૦૨૨ના રોજ પ્રાકૃતિક કૃષિ તથા ડ્રોન દ્વારા ખાતરના છંટકાવ માટે જુદા જુદા પ્રગતીશીલ ખેડુતોની
મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં વિરમગામ તાલુકાના શિવપુરા ગામના શ્રી આનંદભાઈ જગજીવનભાઇ પટેલના
ખેતરમાં ડ્રેગનફુટ (કમલમ)ની પ્રાકૃતિક કૃષિની ફિલ્ડ વિઝીટ કરી ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ
ડ્રોન પધ્ધતિથી બાગાયતી પાકોમાં ખાતર અને દવાનો છંટકાવ કઈ રીતે કરી શકાય એનું નિદર્શન કરીને ખેડુતોને
માહિતગાર કરવામાં આવ્યાં. ખેડુતોનો સારો એવો પ્રતિભાવ જોવા મળ્યો અને ખેડુતો દ્વારા જાણવા મળ્યું કે
તેઓશ્રીએ બીજા ખેડુતો પાસેથી જે અગાઉ ડ્રોન પધ્ધતિથી દવાનો છંટકાવ કરેલ છે તેમાં સારો વિકાસ અને ઉત્પાદન
જોવા મળેલ છે. તેમજ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાથી સમય અને નાણાંનો વ્યય ઓછો થાય છે. મજુરોના
અભાવની સમસ્યામાં પણ ડ્રોન પદ્ધતિથી મદદે આવી શકે છે. ડ્રોન પધ્ધતિનો બહોળો ઉપયોગ બાગાયતી ખેતીમાં
થશે તો આ સમસ્યાનું શતપ્રતીશત નીરાકરણ કરી શકાય. નિદર્શન દરમિયાન અંદાજે ૨૫થી ૩૦ ખેડુતો ઉપસ્થિત
રહેલ હતાં.


આ ઉપરાંત સાણંદ તાલુકાના ખોરજ ગામના જામફળ પકવતા ખેડુતશ્રી રમેશભાઈ મોરી દ્વારા જામફળની
ખેતી અંગે ખેડુતો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ અન્ય ગામના ખેડુતોની ઉપસ્થિતિમાં બાગાયત
નિયામકશ્રી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક કૃષિ તથા બાગાયતની ખેતી
તરફ વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ જિલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડુતો કે જેઓ હાઈ-ટેક
હોર્ટીકલ્ચરની સાથે સાથે પ્રાકૃતિક કૃષિ અને ડ્રોનના ઉપયોગ થકી કામગીરી કરી રહ્યાં છે જેની જાણકારી મેળવવામાં
આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: