Breaking News

અમદાવાદ ખાતે યોજાયેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના એવોર્ડ
અર્પણ વિધિ સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર ઉપસ્થિત
સ્થિત રહ્યા હતા.
આ એવોર્ડ સમારોહમાં વિવિધ એવોર્ડ જેવા કે, ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ,
સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા/સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ,
દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિવિધ એવોર્ડ સમાજ કલ્યાણ ક્ષેત્રે
વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર, સાહિત્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ અને મૌલિક યોગદાન આપનાર, દલિત સમાજમાં જાગૃતિ
લાવનાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ પત્રકાર ક્ષેત્રના વિજેતા મહાનુભાવો અને સંસ્થાઓને
અર્પણ કરવામાં આવ્યો હતો.
ડો.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અને મહાત્મા ગાંધી એવોર્ડમાં વિજેતા મહાનુભાવો અને સંસ્થાઓને રકમ
પેટે રૂ. ૨ – ૨ લાખ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ અને સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા/સાહિત્ય એવોર્ડ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર
વિજેતા મહાનુભાવોને રૂ. ૧-૧ લાખ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ સાથે જ મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ક્ષેત્રે ઉત્કૃષ્ટ
કામગીરી કરનાર વિજેતા મહાનુભાવોને રૂ. ૫૦ – ૫૦ હજાર અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આમ, ૬ અલગ અલગ એવોર્ડ કેટેગરીમાં કુલ ૩૬ એવોર્ડ વિજેતા મહાનુભાવો અને સંસ્થાઓને એનાયત
કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું
કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લોકોએ કરેલ શ્રેષ્ઠ કાર્યને બિરદાવવા માટે આ એવોર્ડ
સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
વંચિત લોકોમાં જાગૃતિ આવે તે માટે શિક્ષણ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે પત્રકારિતા ક્ષેત્રે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ
પ્રદર્શન કરનાર મહાનુભાવો વધુ ને વધુ આ દિશામાં કાર્ય કરે અને ડબલ એન્જિનની સરકાર તેમની સાથે છે તેમ કહી
પ્રોત્સાહિત કર્યા હતા.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે,
અને દાસીજીવણ તમામ મહાનુભાવો વંચિતો માટે જે દિશામાં કાર્ય કરતા હતા આપ સૌ પણ એ જ દિશામાં કાર્ય કરી
રહ્યા છો આ બાબત આપણા રાજ્ય અને દેશ માટે ખૂબ જ ગર્વની બાબત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી સંતશ્રી કબીર સાવિત્રીબાઈ ફૂલે,
મહાત્મા ફૂલે, દાસી જીવણ જેવા મહાનુભાવોને વાંચ્યા છે અને જીવનમાં તેમની વિચારધારાનો યોગ્ય દિશામાં
ઉપયોગ કર્યો છે તે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ‘વંચિતોનો વિકાસ’ એવું મંત્ર આપ્યો હતો આજે આપણે સૌ તે દિશામાં
કાર્ય કરી રહ્યા છીએ અને ડબલ એન્જિનની સરકાર પણ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો
પ્રયાસની દિશામાં ખભે થી ખભો મળાવીને આગળ વધી રહી છે.
ડો.બાબાસાહેબ આંબેડકરે જે જે સ્થળોએ યાદગાર અને ઉમદા કાર્ય કરેલ છે તે તે સ્થળોએ દેશ-વિદેશમાં
પંચતીર્થનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વિકાસને લગતી બાબતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
સફળ નેતૃત્વ હેઠળ પરિપૂર્ણ થઈ રહી છે તેમ તેઓએ જણાવ્યું હતું.
અંતે તેઓએ જણાવ્યું હતું કે, એવોર્ડ પસંદગી સમિતિના તમામ સભ્યો અને એવોર્ડ પામનાર તમામ વિજેતા
મહાનુભાવો અને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
જેમ આપણા દેશના વડવૈયાઓએ દેશના લોકો, વંચિત વર્ગ કે અન્ય કોઈ સમુદાય કે વર્ગ માટે જે દિશામાં કાર્ય કર્યું છે,
તો આપણે સૌ પણ તેમના માંથી પ્રેરણા મેળવીએ અને તે જ દિશામાં આગળ વધી વિકાસની ગતિને
વેગ આપીએ.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્યશ્રીઓ, સાથેજ સામાજિક ન્યાય અને
અધિકારીતા વિભાગના મહાનુભાવો અને વિજેતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: