Breaking News

**
 મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ યુવાનોને સ્પર્શતા મુદ્દાઓ અંગે યુવાનો સાથે સાધ્યો સંવાદ
***
પાણી, ખોરાક અને વીજળી પર્યાવરણમાં મહત્ત્વનો ભાગ ભજવતા હોવાથી તેનો સદુપયોગ કરવો જોઈએ: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
**
આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-2023’ની ઉજવણીમાં સહભાગી થઈ રોજિંદા જીવનમાં મિલેટ્સનો ઉપયોગ વધારવો જોઈએ: મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

અમદાવાદમાં AMA ખાતે ગુજરાત યુથ ફોરમ દ્વારા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ
યુથ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું. આ યુથ ડાયલોગમાં યુવાનોએ મોટી સંખ્યામાં સહભાગી થઈને જુદા જુદા મુદ્દાઓ ઉપર
ચર્ચા વિચારણા કરી. વર્તમાનમાં તથા ભવિષ્યમાં યુવાનો દ્વારા કયા પ્રકારના પરિવર્તન લાવી શકાય અને દેશને યુવાનો દ્વારા કઈ
દિશામાં લઈ જઈ શકાય, જેથી ભારત તથા વિશ્વના વિકાસનો તેઓ એક મહત્વનો પાયો બની શકે, તે અંગે વિચારવિમર્શ કરવામાં
આવ્યો.


આ કાર્યક્રમમાં મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ યુવાનો સાથે ચર્ચા કરી વિવિધ પ્રકારના વિષયો અને મુદ્દા ઉપર તેમનું મંતવ્ય
મેળવીને સંવાદ સાધ્યો હતો.. મંત્રી શ્રીએ યુવાનો સાથે ચર્ચા કરતા કહ્યું કે આવા કાર્યક્રમોથી યુવાનોને પ્રોત્સાહન મળે છે અને દેશના
વિકાસમાં તેમની સહભાગિતા વધે છે. મંત્રીશ્રીએ યુવાનોને તથા સામાન્ય નાગરિકને સ્પર્શતા ક્લાઈમેટ ચેન્જના વિષય ઉપર બોલતા
કહ્યું કે, પાણી આપણા સૌના જીવનનો મહત્ત્વનો ભાગ છે. આપણે સૌ રોજનો આઠ લીટર પાણીનો બગાડ કરીએ છીએ.

ચોખા અને ઘઉં જેવા ધાન્યોનો પાક લેવા માટે ખૂબ જ બહોળા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. આપણી જીવનશૈલીને
લીધે થતાં પાણીના બગાડથી પર્યાવરણને મોટું નુકસાન થાય છે.


આગળ વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, હાલમાં જ્યારે હંગર ઇન્ડેક્સમાં ભારતનું 105મું સ્થાન છે ત્યારે 20 કરોડ કરતાં વધારે
લોકો ભારતમાં દૈનિક સ્તરે ભૂખ્યા સૂઈ જાય છે. આવનારાં વર્ષોમાં ખોરાક માટે યુદ્ધનો સમય હશે. ક્લાઈમેટ ચેન્જની બગડતી
પરિસ્થિતિમાં ભવિષ્યમાં ખોરાક મળવું એ એક મોટી વાત હશે. ભારત દેશમાં એક વ્યક્તિ દ્વારા 137 ગ્રામ ખોરાકનો બગાડ થાય છે

અને 2.5 લીટર કરતા વધારે પાણીનો વેસ્ટ થાય છે. ભારતમાં 40% જેટલો એટલે કે 92000 કરોડ જેટલો ખોરાકનો બગાડ જોવા
મળે છે. આ બગાડ અટકાવવો જોઈએ અને સુવ્યવસ્થિત રીતે ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ.
યુએન દ્વારા જ્યારે ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-2023’ની ઉજવણી થઈ રહી છે ત્યારે યાદ રહે કે મિલેટ્સના કારણે ભારત
દેશ ખોરાકની અછત જેવી સમસ્યાથી બચી શક્યું છે. વૈશ્વિક સ્તરે યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે ઘઉંના પુરવઠામાં કમી આવી
ત્યારે ભારતમાં ઉગતા આ ધાન્યો જેવા કે બાજરી અને રાગીથી વધારેમાં વધારે લોકોને ખોરાકની અછતથી બચાવી શકાયા છે, તેવું
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ દેશો જ એવા છે જ્યાં ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે
ત્યારે ગુજરાત રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ Soil Health Card Report યોજનાથી ખેડૂતને જમીનનું નિરીક્ષણ કરી આપી જમીન તથા પાકને વિવિધ
પ્રકારના ફાયદા અપાવ્યાં તથા પર્યાવરણને મદદરૂપ થતી આ યોજના તે સમયે શરૂ કરી હતી.
કલાઈમેટ ચેન્જ પર ચર્ચા કરતાં મંત્રીશ્રીએ પાણી, ખોરાક, અને વીજળીની બચત કરવા માટે યુવાનોને માર્ગદર્શન આપ્યું
તથા યુવાનો જવાબદારીપૂર્વક ભારત દેશ માટે તથા તેના પર્યાવરણ માટે મહત્ત્વનો ભાગ ભજવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વીજળી બચાવવાની પહેલની તેમણે સરાહના કરી અને સૌ યુવાનોએ પણ આ પ્રકારની પહેલ
કરી વીજળી, પાણી તથા ખોરાકની બચત કરી તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આપણા સૌનો ફાળો આ પ્રકારના
પ્રયાસો માટે અગત્યનો તથા ગુજરાત અને ભારતના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવશે તેમ તેમણે કહ્યું.
આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં એ.એમ.એ.ના પ્રેસિડેન્ટ શ્રી દિવ્યેશભાઈ રાડિયા, સ્નેહલ ગ્રૂપના એમડી શ્રી ચિરંજીવ પટેલ
ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો તથા અન્ય લોકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post