વિદ્યાર્થીઓએ સપના જોવા જોઈએ અને તે સપનાંઓને પરિપૂર્ણ કરવા અથાક પ્રયત્નો કરતા રહેવું
જોઈએ: મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
સ્ટાર્ટઅપ પોલીસી ક્ષેત્રે ગુજરાત અદભુત કામગીરી કરી રહ્યું છે, વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ
આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર બનાવે: મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
સુશાસનની કામગીરીમાં વિદ્યાર્થીઓ જોડાય અને બનતી વિવિધ યોજનાઓમાં પોતાનો મત આપે:
મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી
અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી ખાતે અશ્વમેધ – ધ નેશનલ ફેસ્ટિવલમાં ગુજરાતના સાંસ્કૃતિક યુવા અને રમત –
ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, અશ્વમેધ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ પોતાની રુચિ હોય તેમાં ભાગ
લઈ પોતાની ઓળખ ઊભી કરવી જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ સપના જોવા જોઈએ અને તે સપનાંઓને પરિપૂર્ણ કરવા અથાક
પ્રયત્નો કરતા રહેવું જોઈએ.
મંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ પોલીસીની વાત કરતા જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ પોલીસી ક્ષેત્રે
ગુજરાત અદભુત કામગીરી કરી રહ્યું છે, અને દેશમાં મોડેલ સ્વરૂપ બની રહ્યું છે. આપ સૌ પણ આ યોજનાનો લાભ લઈ
આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરવામાં ભાગીદાર બનો અને દેશમાં વિવિધ ક્ષેત્રે પોતાની
ઓળખ ઊભી કરો, એવો આશાવાદ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે સુશાસનની બાબતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ સરકારની સુશાસનની કામગીરીમાં ભાગ લેવો
જોઈએ અને વિવિધ ક્ષેત્રે બનતી યોજનાઓમાં પોતાનો મત આપવો જોઈએ. જેથી સરકાર પોતે તેમના નિર્ણયોને
ધ્યાનમાં રાખી યોજનાઓનો અમલ કરે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અંતે તેઓએ અશ્વમેધ ફેસ્ટિવલની વાત કરતા કહ્યું હતું કે, અશ્વમેધ ફેસ્ટિવલમાં આપ સૌ ભાગ લઈ પોતાનો
અને અન્યનો વિકાસ કરશો સાથે જ આ કાર્યક્રમ થકી એકતા પ્રસ્થાપિત કરશો તેઓ અમને વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં નિરમા યુનિવર્સિટીના મેનેજિંગ ડાયરેકટર શ્રી હિરેનભાઈ કે. પટેલ, ડાયરેક્ટર જનરલ શ્રી અનુપ
કે. સિંઘ, ડૉ. માધુરી પરીખ, યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.