અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 2000થી વધારે લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક હજી વધવાની આશંકા વ્યક્ત કરાઇ છે.
અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 2000થી વધારે લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક હજી વધવાની આશંકા વ્યક્ત કરાઇ છે. એક પછી એક ભૂકંપના આંચકાથી લોકોએ ઘર-મકાન છોડી રોડ-રસ્તા પર આશરો લીધો છે.
અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપ આવ્યો અને મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થયુ છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં હાલ 2000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે અને મૃત્યુઆંક હજી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થઈ ગયો છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 465 મકાનો ધ્વસ્ત થયા છે અને 135ને નુકસાન થયું છે. પશ્ચિમ અફઘાનિસ્તાનમાં રવિવારે આવેલા ભૂકંપમાં ઘણા લોકો ઘાયલ થયા છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.