
જામનગરમાં અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમના પ્રથમ દિવસે દેશ-વિદેશમાંથી આવેલા મહેમાનોનું સ્વાગત ‘નમસ્તે’ અને ‘અતિથિ દેવો ભવઃ અને જયશ્રીકૃષ્ણ કહીને કરાયું હતું.






















આખો અંબાણી પરિવાર બે હાથ જોડીને લોકોને આવકારતો હતો. ખુદ મુકેશ અંબાણીબેહાથ જોડીને લોકોને આવકારતા હતા. હાથ જોડેલારાખીને તેમણે કહ્યું કે અમે અતિથિ દેવો ભવમાં માનીયે છીયે.. મુકેશ અંબાણીએ કહ્યું હતુંકે મારો પુત્ર અનંતતેના દાદાજી ધીરૃભાઇ અંબાણીને બહુ પ્રિય હતો. આજે અનતના પ્રીવિડીંગને ફંકશનને તે ઉપરથી જોતા હશે અને આશિર્વાદ વરસાવતા હશે તે નક્કી છે.


વિશ્વભરના સેલિબ્રિટી અને લગભગ આખું બોલીવૂડ જામનગરમાં ઉમટ્યું હતું. અહીં કેટલીક રસપ્રદ તસ્વીરો વાચકોને જોવી ગમશે.