ગોળ ધાણા ખવડાવી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે એકબીજાને વીંટી પહેરાવીમુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત વિધિ સાથે થઈ છે. ગોળ ધાણા ખવડાવી અને ચુંદડી વિધિ બાદ બંનેએ એકબીજાને વીંટીપહેરાવી હતી. મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં અનંત અને રાધિકાની સગાઈ વિધિ કરવામાં આવી હતી. વિધિ માં જુની પરંપરા જોવા મળી હતી.
ગુજરાતી પરિવારોમાં અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા તેમજ ચુંદડી વિધિની વર્ષો જૂની પરંપરા પ્રમાણે સગાઇ કરી હતી. નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક આશ્ચર્યજનક શો આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બધા સમારંભ સ્થળ પર ગયા અને ભગવાન ગણેશની આરાધના કરીને કાર્યોની શરૂઆત કરી હતી.
અનંત અંબાણીની રોકા સેરેમની ગઇ 29 ડિસેમ્બર ના રોજ નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી. યુવા યુગલે આગામી સહજીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો.